આજે સુચિત માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન, મહેમદાવાદ દ્વારા આયોજિત “તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ”માં હાજરી આપવાનો અવસર મળ્યો, તે મારા માટે ગૌરવ અને આનંદની વાત છે.
સમારોહ દરમિયાન મને આપેલા સ્નેહ, સન્માન અને પ્રોત્સાહનભર્યા શબ્દો માટે હું ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારો, આયોજકો તેમજ ઉપસ્થિત મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ પ્રસંગે મારી સાથે મહેમદાવાદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ ડાભી, લઘુમતી મોરચા પ્રમુખ શ્રી અસલમભાઈ, તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ શ્રી ધર્મેશભાઈ ચૌહાણ તેમજ મંચ ઉપર ઉપસ્થિત તમામ વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો.
સમાજમાં શિક્ષણ, પ્રતિભા અને યુવાનોને પ્રોત્સાહન આપતું આ કાર્ય ખરેખર અભિનંદનને પાત્ર છે. આવા ઉમદા કાર્યક્રમો સમાજને નવી દિશા અને પ્રેરણા આપે છે.
મારા પ્રત્યે દર્શાવેલા માન-સન્માન બદલ સુચિત માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન પરિવારનો હું દિલથી આભારી છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
ભાવેશ રાવલ
અધ્યક્ષ, ભાવેશ રાવલ ફાઉન્ડેશન
॥ कर्मस्य वासुदेवाय ॥
માનવ સેવા એ જ પ્રભુ સેવા
We do not accept donations. Thank you for your understanding and support.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.