આજ રોજ ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને એક મહિનાની અનાજ અને કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવી.
સમાજમાં ઘણા પરિવારો એવા છે કે જેઓ જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. આવા પરિવારોની પડખે ઉભા રહી તેમની જરૂરિયાત સમયે સહાયરૂપ થવું એ જ સાચી માનવ સેવા છે.
ફાઉન્ડેશનનો સતત પ્રયાસ રહ્યો છે કે કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર ભૂખ્યો ન રહે અને શક્ય તેટલી મદદ સમયસર પહોંચે. આ અનાજ કીટ દ્વારા પરિવારને થોડી રાહત મળે અને તેમના જીવનમાં આશાનું કિરણ પ્રગટે તેવી શુભકામનાઓ.
સેવા, સંસ્કાર અને સહકારના આ કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, કાર્યકરો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર.
🙏 “કોઈના જીવનમાં સહારો બનવું એ જ સૌથી મોટું પુણ્ય છે.” 🙏
શિક્ષણ • સેવા • સંસ્કાર • સહકાર
📍 101/102, શ્રી ખં ડિવાઇન કોમ્પ્લેક્સ,
ખાત્રજ ચોકડી, કઠલાલ રોડ,
મહેમદાવાદ - 387130
📞 મો.: 98795 88778
🌐 www.bhaveshrawalfoundation.in
ભાવેશ રાવલ ફાઉન્ડેશન
॥ कर्मस्य वासुदेवाय ॥
We do not accept donations. Thank you for your understanding and support.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.